તમારા પાન કાર્ડથી કોઈએ બારોબાર લોન તો નથી લીધી ને? તરત જાણો ! એક ક્લિકમાં જ શોધી કાઢો!

How To Check PAN Card Misuse : આજકાલ પાન કાર્ડ સંબંધિત નાણાકીય છેતરપિંડી ખૂબ વધી ગઈ છે, ખાસ કરીને લોનના કિસ્સાઓ તો સામાન્ય બની ગયા છે. ઓળખ ચોરી (Identity theft) ના બનાવોએ દરેક પાન કાર્ડ ધારકને સાવચેત રહેવાની ફરજ પાડી છે. યાદ રાખો, તમારું પાન કાર્ડ સીધું તમારા ક્રેડિટ રિપોર્ટ સાથે જોડાયેલું છે. જો તમારા નામે કોઈ નકલી લોન લેવાય, તો તે તમારા ક્રેડિટ સ્કોર ને નુકસાન પહોંચાડશે અને ભવિષ્યમાં તમને લોન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

લોન છેતરપિંડી અને ઓળખ ચોરીના વધતા કિસ્સાઓ જોતા, એ જાણવું ખૂબ જરૂરી છે કે કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને તમારા નામે લોન તો નથી લઈ રહ્યું ને. તમારું પાન કાર્ડ તમારા ક્રેડિટ રિપોર્ટ સાથે સીધું જોડાયેલું હોવાથી, કોઈ પણ નકલી લોન તમારા ક્રેડિટ સ્કોર અને ભવિષ્યમાં લોન લેવાની તમારી ક્ષમતાને સીધી અસર કરી શકે છે. ચાલો જાણીએ કે તમારું પાન કાર્ડ સુરક્ષિત છે કે નહીં તે કેવી રીતે તપાસવું અને જો તેનો દુરુપયોગ થયો હોય તો શું પગલાં લેવા.

તમારા ક્રેડિટ રિપોર્ટ તપાસો

સૌથી સહેલો રસ્તો એ છે કે સમયસર તમારા ક્રેડિટ રિપોર્ટ તપાસતા રહો. CIBIL, Experian, Equifax અને CRIF High Mark જેવી ક્રેડિટ બ્યુરો કંપનીઓ તમારા નામે લીધેલી બધી લોન અને ક્રેડિટ કાર્ડનો હિસાબ રાખે છે. તમે દર વર્ષે તેમની વેબસાઇટ પર જઈને તમારો ક્રેડિટ રિપોર્ટ મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે તમારા PAN અને મોબાઇલ નંબરને OTP દ્વારા વેરિફાય કરવો પડશે. રિપોર્ટમાં ધ્યાનથી જુઓ કે કોઈ અજાણ્યું એકાઉન્ટ કે લોન તો નથી દેખાતી ને.

ભારતમાં મુખ્ય ચાર ક્રેડિટ બ્યુરો છે:

રિપોર્ટમાં શું જોવું?

જ્યારે તમે રિપોર્ટ તપાસો, ત્યારે ખાતરી કરો કે કોઈ એવી લોન કે ક્રેડિટ કાર્ડ નથી દેખાતું જે તમે લીધું જ નથી. આ ઉપરાંત, કોઈ અજાણી બેંક કે ધિરાણકર્તાનું નામ, ખોટો એકાઉન્ટ નંબર કે એવી કોઈ હાર્ડ ઇન્ક્વાયરી” જેના માટે તમે અરજી નથી કરી – આ બધું છેતરપિંડીના સંકેતો છે. જો તમને આવી ઘણી એન્ટ્રીઓ મળે, તો તરત જ પગલાં લો.

જો નકલી લોન મળે તો શું કરવું?

જો તમને ખબર પડે કે કોઈએ તમારા PAN નો ઉપયોગ કરીને નકલી લોન લીધી છે, તો સૌથી પહેલા તે બેંક અથવા ધિરાણકર્તાને જાણ કરો. સાથે જ, ક્રેડિટ બ્યુરોમાં પણ ફરિયાદ નોંધાવો. તમે મોટાભાગના બ્યુરોની વેબસાઇટ પર ઓનલાઈન વિવાદ નોંધાવી શકો છો. આ માટે તમારે તમારી ઓળખ, લોનની વિગતો અને એક સોગંદનામું (Affidavit) પણ આપવું પડશે. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમ સેલ માં રિપોર્ટ નોંધાવો.

ભવિષ્યમાં PAN નો દુરુપયોગ કેવી રીતે અટકાવશો?

  • કોઈપણ અસુરક્ષિત વેબસાઇટ કે એપ પર તમારો પાન કાર્ડ નંબર શેર ન કરો.
  • વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર પાન નંબર મોકલવાનું ટાળો.
  • જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય, તો તરત જ ડુપ્લિકેટ માટે અરજી કરો અને થોડા મહિનાઓ સુધી તમારા ક્રેડિટ રિપોર્ટ પર નજર રાખો.
  • તમારા બધા બેંકિંગ અને નાણાકીય ખાતાઓ પર મજબૂત પાસવર્ડ રાખો અને SMS/ઈમેલ એલર્ટ ચાલુ રાખો, જેથી જ્યારે પણ કોઈ નવી લોન અરજી આવે ત્યારે તમને તરત ખબર પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button